PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?
PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?
સુરત : લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગીરી મેદાન પહોચ્યા . કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમને લઇ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે. વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે એમના સ્વાગત માટે રોડ સોનું પણ આયોજન કરવામાં આવે છે. તો વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઇ શકે તેવી શક્યતાઓ છે.