
Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
સુરતના ઉમરામાં જમીનને લઈ થયેલી મારીમારીમાં પોલીસની કાર્યવાહી. પોલીસે બન્ને પક્ષોના 14 લોકો સામે રાયોટિંગનો ગુનો. તમામને કરાવાયું કાયદાનું ભાન.
સુરતના ઉમરા વિસ્તારમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ. આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. ઉત્પાત મચાવનાર તત્વો લંગડાતા પડ્યા નજરે. પહેલા દાદાગીરી અને હવે મોઢા છૂપાવતા પડ્યા નજરે લુખ્ખાઓ...
સુરતના ઉમરામાં મારામારી કરનારા આરોપીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું. જમીન વિવાદમાં મારામારી થઈ હતી. સિક્યુરિટી સ્ટાફ અને કબજો કરવા આવેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી. ઉમરા પોલીસે સામસામે ગુનો નોંધી 14 આરોપીની ધરપકડ કરી છે. ધર્મ બિલ્ડર્સ અને તેજસ પટેલ નામના વ્યક્તિ વચ્ચે જમીનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. મામલો હાઈકોર્ટમાં છે. એવામાં ધર્મ બિલ્ડર્સની જગ્યામાં તેજસ પટેલે કબજો કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે. જ્યારે તેજસ પટેલનો દાવો છે કે, જમીન તેની પોતાની છે...