Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી

Continues below advertisement

સુરત પોલીસે 8 વાલીની કરી ધરપકડ. આરોપ છે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રસ્તા પર ચક્કાજામ કરાવ્યાનો. 2 દિવસ પહેલાં કઠોદરાની સરકારી શાળામાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. વાહનોની સામે રસ્તા પર સૂઈ ગયા હતા વિદ્યાર્થીઓ. પોલીસ તપાસમાં ખુલ્યું કે, વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા. વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી હોબાળો કરવાની ષડયંત્રની પોલીસને શંકા હતી. DCPના અનુસાર, વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે... હથિયાર નથી.. 


સુરતના કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસે કરી કડક કાર્યવાહી. વિદ્યાર્થીઓને ભડકાવવાના આરોપમાં આઠ વાલીઓની પોલીસે કરી ધરપકડ. એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓ હથિયાર નહીં, પણ દેશનું ભવિષ્ય છે.. આ રીતે રસ્તા પર લાવી સૂત્રોચ્ચાર કરાવી માહોલ બગાડવા માટે વિદ્યાર્થીઓનો  ઉપયોગ ન કરી શકાય..એટલે પોલીસે આઠ વાલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.. વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી વાલીઓ ભેગા કરી હંગામો મચાવવાની પોલીસેને આશંકા છે. જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola