સુરત, નવસારી અને તાપીના આ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત, નવસારી, તાપી અને અમરેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ નોંધાયો હતો. કામરેજ, મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં ખૂલ્લામાં પડેલો પાક પણ ખેડૂતોએ સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો શરૂ કર્યો હતો. અમરેલીના જાફરાબાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.