Rajkot TRP Game Zone Fire: અગ્નિકાંડ બાદ સફાળુ જાગ્યુ સુરત મનપા, શહેરની કુલ 140 દુકાન કરી સીલ

Continues below advertisement

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાપાલિકાનું પ્રશાસન રહી-રહીને જાગ્યું છે. સુરત મહાપાલિકાએ ચેકિંગ હાથ ધરી હોસ્પિટલ, ક્લિનિક, જિમ, ટ્યુશન ક્લાસિસ, રેસ્ટોરન્ટ અને હોટલને સીલ કરવામાં આવી. સુરત મનપાએ કુલ 140 દુકાન સીલ કરી છે. ઉધનાની અનુપમ એમેસિટી સેન્ટરમાં 12 દુકાન, સલાબતપુરાની ઋતુરાજ માર્કેટની 20 દુકાન, તો સહારા દરવાજા વિસ્તાર પાસે આવેલી સાકાર ટેક્સટાઈલ માર્કેટની ગ્રાઉન્ડ અને ચોથા ફ્લોરની દુકાનોને સીલ કરવામાં આવી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ અને એક કાપડના ગોડાઉનને સીલ માર્યું. આ તમામ સ્થળોએ ફાયર NOCનો જ અભાવ હતો. જૂની ફાયર NOC હતી જેની સમય મર્યાદા પૂર્ણ થતા ફાયર વિભાગે નોટિસ ઈશ્યુ કરવા નોટિસ ફટકારી હતી. જોકે નોટિસ બાદ પણ મિલ્કત ધારકોએ ફાયર NOC રિન્યુ કરવાની કોઈ કાર્યવાહી હાથ ન ધરી. જેથી મોડી રાત્રીના તમામ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram