Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

Continues below advertisement

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે.  હાલ ડેમમાં ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા 50,817 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  આજે બપોરે 12:39 મિનિટના શુભ મુહુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે. મુખ્યમંત્રી સવારે 11 વાગેને મિનિટે કેવળિયા હેલીપેડ પર આવશે. ત્યારબાદ બાયરોડ સરદાર સરોવર નર્મદા ડેમ જશે. હાલ ડેમનો એક દરવાજો એક મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

સીઝનમાં પહેલીવાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો છે. સીએમ ખુદ પહોંચવાના છે અને નીરના વધામણા કરવાના છે.  નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમોમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે. હાલ આજની વાત કરીએ તો નર્મદા ડેમ 100% ભરાયો છે.  આજે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 હતી, જે 138.68 પાર કરી ચૂક્યો છે. 11 વાગ્યા મુખ્યમંત્રી કેવળિયા આવી પહોંચશે અને 12:39 ના શુભ મુહુરતમાં નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રી કરનાર છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram