Surat: કલાકો બાદ પણ ગટરમાં ખાબકેલા કેદારનો નથી કોઈ અત્તો પત્તો | Abp Asmita | 6-2-2025
સુરતમાંથી ફરી એકવાર તંત્રની બેદરકારીભરી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યુ છે. શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઢાંકણ ના હોવાના કારણે એક બાળકને જીવનું જોખમ ઉભુ થયુ છે. આ ખુલ્લી ગટરમાં કેદાર વેગડ નામનું બે વર્ષનું બાળક પડી ગયુ છે. આ 3 ફૂટ જેટલી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઇ ગયુ છે અને હાલ તેની શોધખોળમાં 100થી વધુ કર્મચારીઓ લાગ્યા છે, છેલ્લા 17 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી બાળકની ભાળ મળી શકી નથી. એસએમસીની બેદરકારી પર હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના વરીયાવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખુલ્લી ગટરમાં બાળક પડી ગયા બાદ બાળક ગાયબ થઈ ગયું છે. જેના માટે ફાયર વિભાગના અધિકારીઓ બોલાવવામાં આવ્યા. જોકે કલાકો વીતી ગયા બાદ પણ બાળક હજુ નથી મળ્યું. સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં તંત્રની બેદરકારીને કારણે એક ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું છે.