Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Continues below advertisement

સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા. આરોપી પતિ નિકુંજ ગોસ્વામી અને મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં છ મહિના અગાઉથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો થયો છે.. એટલુ જ નહીં. હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ફુલ સ્પીડમાં દોડી શકે તેવી સ્પોર્ટ્સ બાઈક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદના એ જ  સ્પોર્ટ્સ બાઈક લઈને જતો આરોપી ઈશ્વરપુરી સીસીટીવીમાં પણ કેદ થયો. પોલીસે અડાજણની વિજયા લક્ષ્મી હિલ્સ એપાર્ટમેન્ટના આરોપી નિકુંજના ઘરેથી 36 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.. એટલુ જ નહીં.  RTO ઈસ્પેક્ટર હોવાથી આરોપી નિકુંજે કાયદાી આંટીઘુંટીથી બચવા કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડા પણ વાંચી રહ્યો હતો. જે પુસ્તકોને પણ પોલીસે જપ્ત કર્યા છે.. એટલુ જ નહીં.. આરોપી ઈશ્વરપુરી 8 ઓક્ટોબરે સોનલની કારનો પીછો કરીને અમદાવાદ સુધી ગયો હતો. પરંતુ તે સમયે તક ન મળતા તે ફાયરિંગ કર્યા વગર જ પાછો ફર્યો હતો.. પોલીસે ગુનામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની કાર પણ જપ્ત કરી છે.. જેનો ઉપયોગ નિકુંજે પોતાના સાથી ઈશ્વરપુરીને રેલવે સ્ટેશન પરથી પીકઅપ કરવા માટે કર્યો હતો.. રિમાન્ડ દરમિયાન પોલીસની એક ટીમે ઈશ્વરપુરીને સાથે રાખીને થાણેના માસેઘાટ પર પણ તપાસ કરી.. જ્યાંથી ઈશ્વરપુરીએ ગુના માટે એક મોબાઈલ અને ત્રણ સીમકાર્ડ ખરીદ્યા હતા.. ફાયરિંગ કરવા માટે સોપારી આપવામાં આવી હતી કે કેમ તે જાણવા માટે પોલીસ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola