South Gujarat Rains: દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદનો કહેર, અનેક કાચા પાકા મકાનો અને વૃક્ષોને નુકસાન

અરબી સમુદ્રમાં સર્જાયેલી હલચલને કારણે દક્ષિણ ગુજરાતમાં આજે (૨૪ મે, ૨૦૨૫) વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું હતું અને ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા.

અરબી સમુદ્રમાં સર્જાયેલી હલચલની સીધી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળી છે. આજે (૨૪ મે, ૨૦૨૫) વહેલી સવારે વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવનને કારણે થોડા સમય માટે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.

વલસાડ શહેર સહિત ધરમપુર, કપરાડા, અને વાપી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. કપરાડાના વાવડ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અંદાજિત ૧૦ જેટલા ઘરના પતરા ઉડી ગયા હતા, જેના કારણે એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola