Surat: અમરોલી બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગતા બળીને ખાખ
સુરતના અમરોલી બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગી હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ લેતા મારૂતિ વેન બળી ને ખાખ થઈ ગઈ હતી. હેલી સવારે આગ લાગતા બ્રિજ પર અફરા તફરીના માહોલ સાથે ટ્રાફિક જામ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે.