સુરતમાં 'AAP'ના બે કોર્પોરેટર જાહેરમાં લડ્યા, કોર્પોરેટરે કહ્યુ- ફોટો પડાવવા ના આવતા, મહિલા કોર્પોરેટરે કહ્યુ- 'તારાથી થાય તે તું કરી લે'
Continues below advertisement
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની લડાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને આપના જ મહિલા કોર્પોરેટર કુંદન બેન વચ્ચે બોલાચાલી થઇ હતી. ઘનશ્યામ મકવાણાએ મહિલા કોર્પોરેટરને આઇસોલેશન સેન્ટરમાંથી બહાર કાઢ્યા હતા. હિસાબની લેતીદેતીમાં બંન્ને વચ્ચે બબાલ થઇ હતી.
Continues below advertisement