Surat: ફાયર સેફ્ટીને લઈ 32 હોસ્પિટલ વિરુદ્ધ મનપાની કાર્યવાહી
ફાયર સેફટીને લઈ સુરત મહાનગરપાલિકાએ 8 ઝોનમાં કાર્યવાહી શરુ કરી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં 32 હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પર્વત પાટિયા,કતારગામ,ભેસ્તાન, ભટાર,VIP રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ક્લિનિક સીલ કરાયા છે.