Surat માં અતુલ બેકરીના માલિક વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરાશે, જુઓ વીડિયો
સુરત (Surat)ના વેસુ વિસ્તારમાં શુક્રવારે ત્રણ વાહન ચાલકોને અડફેટે લેનાર અતુલ વેકરિયાની ધરપકડ કરવાની કાર્યવાહી ફરી એકવાર હાથ ધરાઈ છે. અકસ્માતના કેસમાં અતુલ વેકરિયા (Atul Vekariya) સામે સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરાશે. સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો પણ અલગથી કેસ કરવા તજવીજ હાથ ધરાઈ છે. શુક્રવારે અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ કારથી બે વાહનોને અડફેટે લીધા.જેના કારણે યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી ઉર્વશી ચૌધરી નામની યુવતીનું સારવાર દરમિયાન નિધન થયું હતું.