થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સુરત પાલિકા એક્શનમાં, નિયમોનું પાલન કરાવવા કમિશ્નરે કરી ત્રણ ટીમની રચના

31stને લઈ સુરત મહાનગર પાલિકા એક્શમાં આવી છે. મનપા કમિશ્નરે નિયમોનું પાલન કરાવવા ત્રણ ટીમની રચના કરી છે. જે કોઈ નિયોમનું ભંગ કરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. માસ્ક વગર બહાર ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટન્ટનો ભંગ કરનારાને આકરો દંડ ફટકારવામાં આવશે. એક ટિમ 31st ને લઈ જાગૃતિ માટે કામ કરશે. બીજી ટિમ અલગ અલગ લોકેશન પર દંડ ની કાર્યવાહી કરશે. જ્યારે ત્રીજી ટીમ શહેર ના પ્રવેશ દ્વાર પર તૈનાત રાખવામાં આવશે. કોરોના કાળ માં જો કોઈ ગાઈડલાઈન નું ભંગ કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola