Surat Corona: શહેરમાં કોરોનાના નોંધાયા વધુ 6 કેસ, અત્યાર સુધીમાં કેસનો આંકડો 50ને પાર Watch Video

Surat Corona: શહેરમાં કોરોનાના નોંધાયા વધુ 6 કેસ, અત્યાર સુધીમાં કેસનો આંકડો 50ને પાર Watch Video

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં  કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે.અડાજણમાં BOBના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના સંક્રમિત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 56 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola