Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઈમે ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધને લૂંટતી ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો

Continues below advertisement

સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી હતી. ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો હતો. આરોપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું અને  વૃદ્ધને એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મૂડીમાંથી 22 લાખ રૂપિયા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. 

અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola