Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video
Continues below advertisement
Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેંગ્યુથી થયું મોત| Watch Video
સુરત શહેરમાં ડેંગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સ્મિમેર હોસ્પિટલના રેસિડેન્ટ મહિલા તબીબનું ડેંગ્યુના કારણે મોત થયું છે. સ્મિમેર મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગના રેસીડેન્ટ તબીબ ધારા ચાવડાનું ડેંગ્યુના કારણે મોત થયું છે. ત્રણ ચાર દિવસથી તાવ બાદ વધુ તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ધારા ચાવડાનું મોત થયું. સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જેમાંથી શંકાસ્પદ ડેંગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ત્રણથી વધુના ડેંગ્યુના કારણે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement