Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

Continues below advertisement

સુરતના ડિંડોલીમાં પવિત્ર શ્રાવણ માસના કાર્યક્રમને લઈ વિવાદ થયો હતો. કાર્યક્રમમાં અચાનક ભક્તિના બદલે મંચ પરથી અશ્લીલ ડાંસ શરૂ થતા સ્થળ પર હાજર લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્ટેજ પરથી ભોજપુરી ગીતો વાગવાનું શરૂ થઈ ગયું હતું. આટલું જ નહીં, આમંત્રિત કલાકારોએ મંચ પરથી જ અત્યંત અશ્લીલ અને મર્યાદા વગરનું નૃત્ય શરૂ કરી દીધું..પવિત્ર શ્રાવણ માસમાં આવી અશ્લીલતા જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો. લોકોએ તરત જ આ કાર્યક્રમ સામે સખત વિરોધ નોંધાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે આયોજકોએ તુરંત કાર્યક્રમ બંધ કરી પોતાની ભૂલ સ્વીકારી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola