Surat Heavy Rain :શહેરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ | Abp Asmita | 23-6-2025
Surat Heavy Rain :શહેરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ | Abp Asmita | 23-6-2025
ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાને સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. સુરતમાં આજના આંકડા અનુસાર સવારના બે કલાકમાં જ પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરતથી મળતા અહેવાલો અનુસાર અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.