હું તો બોલીશઃ ચૂંટણીમાં માસ્ક વિના ડાન્સ કરનાર સુરતના મેયર વાહનમાં વધુ યાત્રી દેખાતા ધમકાવવા લાગ્યા
સુરતના રસ્તા પર વાહન ચેકિંગ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો વીડિયો સોશલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. વીડિયોમાં મેયર એક કારને રોકી તેમા વધુ યાત્રીઓ દેખાતા ધમકાવતા નજરે પડે છે. જોકે હાલમાં જ મનપાની ચૂંટણીઓ થઈ અને આ ચૂંટણી દરમિયાન આ જ હેમાલીબેન અને તેમના પક્ષે અનેક રેલીઓ યોજી અને હજારોની ભીડ એકઠી કરી હતી. હેમાલીબેન પોતે માસ્ક વિના ડાન્સ કરતા અનેક વીડિયોમાં જોવા મળે છે.