Surat: ધારાસભ્ય ફાળવેલી ગ્રાન્ટના બાકડા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા, Video Viral
Continues below advertisement
સુરતમાં ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટના ટેરેસ પર મુકાયેલા બાકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. ધારાસભ્ય અરવિંદ રાણાની ફાળવેલી ગ્રાન્ટના બાકડા હોવાનો દાવો. ફરી એક વખત બાંકડાનો દુરુપયોગ થતો દેખાયો છે. ગ્રાન્ટના પૈસાથી મુકાયેલા બાંકડા ટેરેસ પર ગોઠવાતા અનેક સવાલ.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા જોવા મળ્યા હતા. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી થઈ શકે એવા સ્થળ પર મૂકવા માટે બાંકડા ફાળવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે કેટલાક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા. ફરી એક વખત ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટની છત ઉપર બે બાંકડા સુરત મહાનગરપાલિકાના મૂકાયેલા જોવા મળ્યા હતા.
Continues below advertisement