સુરતના ધારાસભ્ય ઝંખના પટેલની રજૂઆત, ડુમસ અને સુવાલી બીચ ખોલવાની રજૂઆત
કોરોના સંક્રમણ ઓછું થતાં સુરતના ધારાસભ્ય ઝંખના પટેલે ડુમસ અને સુવાલી બીચ ખોલવાની રજૂઆત કરી છે. ધારાસભ્ય ઝંખના પટેલે કહ્યું છેકે,, 15 મહિનાથી દરિયા કિનારા બંધ રહેતા ત્યાના દુકાનદારોની રોજી-રોટી કમાવવી મુશ્કેલ બની છે. મોલ અને મલ્ટિપ્લેક્સ શરૂ થયા છે. તો ડુમસ અને સુવાળી બીચ પણ શરૂ કરો.