Surat News | સુરતનો મૃત મનાતો પતિ જીવતો નીકળ્યો, અન્ય મહિલા સાથે કરી લીધા હતા લગ્ન
gujarati.abplive.com
Updated at:
04 May 2024 08:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં અજીોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મૃત પિતા 18 વર્ષ બાદ ફેસબુક પર જીવિત મળ્યા છે.ડીંડોલીમાં રહેતાં ૨૩ વર્ષીય યુવકે ૧૮ વર્ષે મૃત મનાતાના પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. ૨૦૦૫માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતા ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં ૧૮ વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે.