Surat Paddy Crop Damage: ભરઉનાળે વરસાદ તૂટી પડતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી
Surat Paddy Crop Damage: ભરઉનાળે વરસાદ તૂટી પડતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી
સુરત શહેરની સાથે ઓલપાડ, કામરેજ, કીમ અને કોસંબામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે.. જો કે સામાન્ય વરસાદમાં જ માંડવીના તડકેશ્વરમાં પ્રશાસનની પોલ ખુલી ગઈ છે.. ગામના પ્રવેશદ્વાર પર જ વરસાદી પાણી ભરાઈ ગયા છે.. જેના કારણે રાહદારીઓે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે... હાઈવેનું કામ ધીમીગતિએ ચાલતું હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.. આ તરફ કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે..