સુરત: કોઈપણ પ્રકારના ટેસ્ટ કરાવ્યા વગર અનેક લોકો રેલવેના માર્ગે પહોંચી રહ્યાં છે મહારાષ્ટ્ર
કોરોના સંક્રમણને વધતુ અટકાવવા મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટ નહીં તો પ્રવેશ નહીંનોઅમલ શરુ કરી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કહ્યું છે કે, મહારાષ્ટ્ર આવવા માટે કોરોના રિપોર્ટ હોવો જરૂરી છે. આ જ વાત ની રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતા ની ટિમ સુરત રેલવે સ્ટેશન પહોંચી,અને જાણવાની કોશીશ કરી કે કેટલા રેલવે મુસાફરો એ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. ટ્રેન માં મુંબઈ જઇ રહેલા મુસાફરોનું કહેવું છે કે આ વાત ની તેમને જાણકારી નથી, તો કેટલાક મુસાફરો જણાવી રહ્યા છે તેમને મહારાષ્ટ્ર માં કોરોના ટેસ્ટ કરાવ્યો છે,જ્યારે કેટલાક મુસાફરો ઉતાવળ માં મુંબઈ જઇ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.