Surat Plastic Road | સુરત મનપાનો પાયલટ પ્રોજેક્ટ પ્લાસ્ટિકમાંથી બનાવાયો રોડ, જુઓ અહેવાલ
Surat Plastic Road | સુરત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દુષણ સામે ઝઝૂમી રહ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવા પ્રયાસ વચ્ચે સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરના રોડ બનાવ્યા છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો પાલિકા દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન થઈ રહ્યું છે.