Surat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટ

Continues below advertisement

સુરત શહેરમાં ગુનેગારો બેખોફ. ચોક બજાર વિસ્તારમાં એક યુવકની તેના જ ઘરમાં ઘૂસીને કરી દેવાઈ હત્યા. મૃતક સુજલ શાહ તેના ઘરે આવ્યો. આ સમયે ઘરની બહાર કેટલાક યુવકો ઉભા હતા. સુજલ શાહ જેવો ઘરમાં ગયો. તેની પાછળ ત્રણ યુવકો ગયા અને સુજલની છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી. ક્યાં કારણોસર સુજલની હત્યા કરાઈ અને આરોપીઓ કોણ છે. તેની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, મૃતક સુજલ છેલ્લા એક વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો. તે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. તેના પર ચોરીના કેસ નોંધાયેલા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram