
Surat News: સુરતની SVNIT કોલેજ વિવાદમાં, ઇવેન્ટના નામે કોલેજમાં કાર અને બાઈક પર જોખમી સ્ટંટ, Video Viral
Continues below advertisement
સુરતની SVNIT કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. SVNITમાં વિદ્યાર્થીઓના એન્ટરટેઇન્ટમેન્ટ નામે યોજાતી માઇન્ડ બેન્ડ ઇવેન્ટના નામે રીતસર તમાશો થયો હતો. કેમ્પસમાં કાર શો માટેની મંજૂરી લેવામાં આવી હતી કાર ડ્રિફ્ટીંગના કરતબો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી.પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા. માઇન્ડ બેન્ડની વિદ્યાર્થી અને પ્રોફેસરોની કમિટી તરફથી કોલેજના મેનેજમેન્ટ પાસેથી ફ્કત કાર શોની જ પરવાનગી મેળવાઈ હતી.SVNIT કોલેજમાં થયેલા તમાશા અંગે કોલેજના ડાયરેકટરે સમગ્ર ઘટના અંગે અજાણતા દર્શાવી હતી. જોકે, વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી.
Continues below advertisement
Tags :
SURAT