Surat મનપાએ મોટા વરાછામાં RCC રોડ મંજૂર કર્યો છતા કાચા રોડ પર ડામર પાથરી દીધો

Continues below advertisement
સ્વચ્છતા સર્વેક્ષણમાં ઊડતી ધૂળ અને ખાડાઓ ન દેખાઈ તે માટે સુરત પાલિકા પ્રશાસને મોટા વરાછામાં જૂગાડ શોધી રસ્તો બનાવ્યો છે.  શહેરના મોટા વરાછા-ઉત્રાણ રોડ ઉપર RCC રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નાવડી સર્કલ પાસે ડ્રેનેજ લાઇન નાખવા માટે છોડી દેવાયેલા આશરે 100 મીટરના ભાગમાં મહિના પહેલાં જ ખાડા પુરાણ કરાયાં હતાં. જોકે, બન્ને તરફના RCC છેડાં ભેગા કરતાં વાર લાગે તેમ હોવાથી આ જંક્શન ઉપર કાચી માટીનો ભાગ હયાત નિર્માણાધિન RCC રોડ સાથે જોડવામાં આવ્યુ ન હતુ. સમસ્યા નિવારણના અન્ય વિકલ્પ છોડી વરાછા ઝોન-બીના અધિકારીઓએ મંગળવારે કાચા રોડની માટી ઉપર રિ-સરફેસ કે સ્ટ્રેન્ચ બેસાડ્યા વગર ડામર રોડ બનાવવાનું શરૂ કર્યું હતું. આ માર્ગની બન્ને બાજુ આરસીસી રોડ છે અને આ રોડ બનાવવાનું કામ મંજૂર છતાં ડામર પાથરવાની કામગીરીથી સ્થાનિકો પણ ડઘાઇ ગયાં હતાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram