Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણી
સુરતમાં બનેલી પથ્થરમારાની ઘટનાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં. સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર કચેરીએ પોલીસના અધિકારીઓ, હિંદુ સંગઠનનો અને મેયર સાથે યોજી બેઠક. હર્ષ સંઘવીએ લઘુમતિ સમાજને કરી અપીલ..સમાજના લોકો આવા યુવાનોને સમજાવે તે માટે કરી અપીલ.
સુરતમાં આવેલા સૈયદપુરા વિસ્તારમાં આયોજીત ગણેશ મહોત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારોની આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 28 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી અને જણાવ્યું હતું કે, સૈયદપુરા વિસ્તારમાં ગણપતી પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન વિસ્તારમાં કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ-અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામં આવ્યો હતો. એ સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિજ્યુઅલના માધ્યમથી ધરપકડ લકરવામાં આવી છે. ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે. અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાવીને છૂપાયા હતા. કોઇ પડદા પાછળ તો કોઇ અભેરાઈમાં છૂપાયું હતું. તેને પોલીસે પકડ્યા છે.