Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
મોટી વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ટયૂશન શિક્ષિકાના આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર છેલબટાઉ યુવાન અને તેના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. યુવતીને નીલ દેસાઇ નામનો યુવક ટયૂશન ક્લાસિસમાં આવી તથા કોલ અને સોશિયલ મીડિયામાં મારફત ધાકધમકી આપી પુત્રીને આપઘાતના અંતિમ માર્ગ સુધી દોરી ગયાનો આક્ષેપ પિતાએ કર્યો હતો.મોટી વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ રવિવારે સાંજે પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી પરિજનો આઘાત પામી ગયા હતા. આ પાટીદાર યુવતીને છેલબટાઉ યુવક દ્વારા સંબંધ રાખવા માટે હેરાનગતિ કરી ધાકધમકી આપવામાં આવતી હોઇ તેણે આપઘાત કર્યાની વિગતો બહાર આવતાં આ પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.. આ સાથે જ સામે આરોપી પક્ષના લોકોએ કહ્યું હતું કે, મારો દીકરો નિર્દોષ છે..એને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે..