Surat: મકાનના બાંધકામમાં અધિકારીઓ તોડ કરતા હોવાનો AAPના કોર્પોરેટરનો આરોપ
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકોની સમસ્યાને લઈને કામ કરતાં જોવા મળી રહ્યા છે. સુરતમાં આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ પાલિકા અધિકારીને ચીમકી આપી છે.મકાનના બાંધકામમાં અધિકારી સામે તોડબાજીના આક્ષેપો લગાવાયા છે. પાલિકા અધિકારીઓ સામે બાંધકામમાં ઉધરાણી કરતા પગલાં લેવાની ચીમકી આપી છે.