Surat To Ayodhya Train | સુરતથી અયોધ્યા જઈ રહેલી આસ્થા ટ્રેન પર પથ્થરમારાનો આરોપ

Continues below advertisement

Surat To Ayodhya Train | સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો મામલો. VHP નેતા દિનેશ નાવડિયાનું નિવેદન. નંદુરબાર ના સૈય્યદ કોલોની ના મુસ્લિમો એ પથ્થરમારો કર્યો. ટ્રેન ના કોચ નંબર ૭ અને ૧૧ માં પથ્થરમારો કરવામાં આવ્યો. નદુરબાર થી ૧ કિલોમીટર પહેલા હુમલો કરાયો. આ બાબતની જાણકારી ગૃહમંત્રી અમિત શાહને આપી. હુમલો કરનાર મુસ્લિમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો. છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. નંદુરબાર રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram