Surat tragedy: સુરત મનપાના પાપે માસૂમ કેદારનો ગયો જીવ! 24 કલાક બાદ ગટરમાંથી મળી આવ્યો માસૂમનો મૃતદેહ
સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. હાલમાં મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો છે. બાળકના મૃતદેહ જોઈને સમગ્ર વિસ્તારનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરત શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઢાંકણ ના હોવાના કારણે એક બાળકનો જીવ ગયો. આ ખુલ્લી ગટરમાં કેદાર વેગડ નામનું બે વર્ષનું બાળક પડી ગયુ હતું. આ 3 ફૂટ જેટલી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઇ ગયુ અને 24 કલાક તેની શોધખોળમાં 100થી વધુ કર્મચારીઓ લાગ્યા. એસએમસીની બેદરકારી પર હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Tags :
Surat Tragedy