Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Continues below advertisement
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
સુરતમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. ઉધના -નવસારી રોડ જળમગ્ન. વેસુ વિસ્તારમાં પાણી ભરાતા વાહનો થયા બંધ. મહાનગરપાલિકાના પાપે બગડી સુરત શહેરની સૂરત. જી હા આજે સવારે માત્ર સવા ઈંચ વરસાદ ખાબક્યો અને સુરત શહેર થયું પાણી પાણી. સામાન્ય વરસાદમાં જ સુરત શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા કોર્પોરેશનનું પાણી મપાઈ ગયું. વેસુ, ઉધના-નવસારી રોડ, ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા. 2 દિવસ પહેલા પણ સુરતમાં સામાન્ય વરસાદમાં વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement