Surat Rain Update: સુરતમાં સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી જળબંબાકાર | Abp Asmita LIVE

Continues below advertisement

સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે, એટલુ જ નહીં નવરાત્રી પહેલાના વરસાદથી લોકોમાં ચિંતા છે, હવે બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે પણ નવરાત્રીમાં વરસાદની શક્યતાનું અનુમાન કર્યુ છે. 

છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુરતમાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, જેમાં અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ, પાલ, અડાજણ, ઉધના, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા છે. જાણીતા આગાહીકાર અંબાલા પટેલની આગાહી મુજબ આજે પણ સુરતમાં વરસાદની આગાહી છે, અને નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola