સુરતમાં આજે હીરા ઉદ્યોગ સંપૂર્ણ બંધ, મનપાએ ટેક્સટાઇલ વિસ્તારમાં કર્યું માસ્કનું વિતરણ
કોરોનાના કેસમાં વધારો થતા સુરતમાં હીરા ઉદ્યોગ સંપૂર્ણ બંધ રહેશે. અગાઉ ટેકસટાઇલ ઉદ્યોગ દ્વારા શનિ અને રવિવારે બંધ રાખવામાં આવ્યું હતું. હીરાના કારખાના,મોટી ઓફિસ અને હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પાલિકા કમિશ્નર અને હીરા ઉદ્યોગકારો સાથે થયેલી મિટિંગ બાદ આ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.