PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

PM Modi Surat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. બપોરે તેવો સંઘપ્રદેશ સેલવાસા પહોંચ્યા હતા. આ પછી તેઓ સુરત પહોંચ્યા હતા. અહીં તેમણે લોકોને સંબોધન પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાને ફિટનેસનું મહત્વ સમજાવ્યું અને સ્થૂળતાને દેશ માટે એક ગંભીર સમસ્યા ગણાવી. તેમણે લોકોને રસોઈ તેલમાં 10% ઘટાડો કરવા અને દર રવિવારે સાયકલ ચલાવવા જેવી સરળ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા.

સિલવાસામાં 460 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 450 બેડની નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ કેન્દ્રશાસિત પ્રદેશની આરોગ્ય સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. તેમણે કહ્યું કે સેલવાસના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને અહીં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ સ્થૂળતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાનો શિકાર બનશે. તેમણે આ આંકડાને ડરામણો ગણાવતા કહ્યું કે, "આનો અર્થ એ છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ સ્થૂળતાના કારણે ગંભીર રોગોનો ભોગ બની શકે છે. સ્થૂળતા જીવલેણ બની શકે છે." આ પરિસ્થિતિને ટાળવા માટે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા પડશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ફિટનેસ મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, "ફિટ રહેવા માટે આપણે બધાએ આપણા રસોઈ તેલમાં 10 ટકાનો ઘટાડો કરવો પડશે. આ સાથે કસરતને આપણા જીવનનો એક અભિન્ન ભાગ બનાવવી પડશે. રવિવારે સાયકલ ચલાવવી પણ ખૂબ ફાયદાકારક છે. દરરોજ થોડાક કિલોમીટર ચાલવાની ટેવ પાડવી જોઈએ."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola