Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો

Continues below advertisement

Summer Vacation :  ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો

હાલમાં ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ પણ પોતાનો આકરો પ્રકોપ વરસાવી રહ્યા છે. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. આકરી ગરમીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટ પરિસરમાં પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. આટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી ચાલવામાં અસક્ષમ લોકો માટે વ્હીલચેર અને એટેડન્ટની સુવિધા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બંને તરફ શેડ ઉભા કરાયા છે અને આ શેડમાં સતત પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. જેથી આકરી ગરમીમાં પણ લોકોને ઠંડકનો અહેસાસ થાય. જ્યારે ઉપર જવા માટે ખાસ એસ્કેલેટર પણ શરૂ કરી દેવાયા છે. ટૂંકમાં કાળઝાળ ગરમીમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આવતા પ્રવાસીને સતત ઠંડકનો અહેસાસ થાય અને મુલાકાત અવિસ્મરણીય બને તેવા તમામ પ્રયાસો જિલ્લા પ્રશાસન તરફથી કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola