Surat: સુરત દાંડી રોડ પર અકસ્માત, બેકાબૂ કાર રોડની સાઈડમાં કાંસમાં ખાબકતા બેના મોત
સુરત દાંડી રોડ પર અકસ્માતમાં બેના મોત થયા હતા. બેકાબૂ કાર રોડની સાઈડમાં કાંસમાં ખાબકતા બેના મોત થયા હતા. મૂળ અમરેલીના અતુલ અને હિતેશ નામના યુવકના મોત થયા હતા. બંને યુવકો ફાર્મ હાઉસથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અંભેટા ગામના પાટિયા નજીક અકસ્માત થયો હતો. કારમાં સવાર બંને યુવકના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. સુરત-દાંડી રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારચાલકે કાબૂ ગુમાવતા તેમની કાર કાસમાં ખાબકી હતી. કાસના પાણીમાં ડૂબવાથી બે યુવકોના કરુણ મોત નિપજયા હતા. બંને યુવકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. ઓલપાડ પોલીસે અકસ્માતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.