‘યે મસ્ત આઇટમ, તું કૈસી હૈ’, મહિલા કોન્સ્ટેબલની છેડતી કરનારા બે ઝડપાયા
સુરતના પુણામાં મહિલા કોન્સ્ટેબલની છેડતી કરનારા બેની ધરપકડ હતી. આરોપી જિતુસિંગ સૈતાનસિંગ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી. રાત્રિના ચેકિંગ દરમિયાન રોમિયોએ મહિલા કોન્સ્ટેબલને ‘યે મસ્ત આઇટમ, તૂ કૈસી હૈ, તૂ મેરા ક્યાં બિગાડ લેગી’ કહીને છેડતી કરી હતી. જોકે બાદમાં પીઆઈ સહિતનાઓએ આરોપીઓનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા.