Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

Continues below advertisement

સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે પાસ્તરની ધરપકડ કરવામાં આવી છે.  ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપી પ્રાથમિક શાળામાં શિક્ષક છે જ્યારે અન્ય ખેડૂત છે. થોડા સમય પહેલા માંડવી તાલુકામાં બળજબરીથી મહિલાના ધર્માંતરણની ઘટના બની હતી, જ્યા બીમાર પતિનો ઈલાજ કરવા દવાખાને ગયેલી મહિલાને લગ્નની લાલચ આપી તેનું  શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.  પોતાના પિતા સાથે મળી ડોકટરે લગ્ન કરવા હોય તો ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડશે તેવુ કહી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પોલીસે આરોપી ડોક્ટર એવા અંકિત ચૌધરી અને તેના પિતા રામજી ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રામજી ચૌધરી માંડવી તાલુકાના પીપલવાડા ગામની સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને એક ખ્રીસ્તી ધર્મના પ્રચાર માટે ખાનગી  ટ્રસ્ટ પણ ચલાવી રહ્યો છે ,

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola