Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોત
Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની ઘટના . બીલીમોરામાં ફ્રેટ કોરીડોરમાં અજાણી ટ્રેન અડફેટે બે યુવાનોના મોતનો મામલો. પોલીસે ઘટનાના 6 કલાકમાં જ ક્ષત વિક્ષત યુવાનોના મૃતદેહોની કરી હતી અંતિમ વિધિ. બંને યુવાનોમાં એક યુવાન બીલીમોરા રેલ્વે યાર્ડનો શંકર આદિદ્રવીડનું થયું હતું મોત. પોલીસે યુવાનોની ઓળખ માટે પ્રયાસ જ ન કર્યો હોવાની પરિવારજનોના આક્ષેપ . પોલીસે નિયમાનુસાર 24 કલાક મૃતદેહ સાચવ્યો ન હોવાના પણ આક્ષેપ . જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સાથે મૃતક શંકરની બહેન અને માતાએ બીલીમોરા પોલીસના PI સાથે કરી મુલાકાત. PI કે. ડી. નકુમે DNA ટેસ્ટ ટ્રેન અડફેટે આવેલ યુવાનના કરાવ્યાની કરી વાત. કોંગ્રેસે PI નકુમની બેદરકારી સામે DSP ને આવેદન આપી PI ને સસ્પેન્ડ કરવાની માંગ કરવાની કરી તૈયારી.