Surat Suicide : સગીરા પ્રેમીને મળવા જતા માતાએ આપ્યો ઠપકો, કરી લીધો આપઘાત
Surat Suicide : સગીરા પ્રેમીને મળવા જતા માતાએ આપ્યો ઠપકો, કરી લીધો આપઘાત
સુરતમાં એક જ દિવસમાં બે સગીરોએ આત્મહત્યા કરી લેતા ચકચારી મચી ગઈ છે. ડિંડોલીમાં જ્યાં સાયકલ લઈને રમવા જતાં માતાએ ઠપકો આપતા 13 વર્ષની સંકેત પાટીલ નામના સગીરે આત્મહત્યા કરી લીધી. જે અંગે ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાની બીજી ઘટના બની સચિન જીઆઈડીસી વિસ્તારમાં, જ્યાં પ્રેમ પ્રકરણમાં 15 વર્ષની કિશોરીને પરિવારે ઠપકો આપતા જિંદગી ટૂંકાવી દીધી. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને સચિન જીઆઈડીસીમાં કામ કરતી કિશોરી પ્રેમીને મળવા ગઈ હતી. જેને કિશોરીનો ભાઈ જોઈ જતાં પરિવારને જાણ કરી બાદમાં પરિવારે ઠપકો આપતા કિશોરીએ આત્મહત્યા કરી લીધી. સુરતમાં એક જ દિવસમાં આત્મહત્યાની આ બે ઘટનાઓ બની છે. ડિંડોલી વિસ્તાર અને સચિન જીઆઈડીસી વિસ્તાર બંને જગ્યાએ પોલીસે આત્મહત્યાની આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.