Surat news: સુરતના બે એન્જિનિયરની અનોખી સિદ્ધિ, બનાવ્યું 'બોલતું ડ્રોન'

સુરતના બે એન્જિનિયરોએ બનાવ્યું છે 'બોલતું ડ્રોન'..આ ડ્રોનની ખાસિયત એ છે કે, સરળતાથી તે મોબાઈલ વડે કનેક્ટ થશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેનું સંચાલિત કરી શકાશે.. ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 'બોલતું ડ્રોન'  ઉપયોગી સાબિત થશે..મોહિત કેનિયા અને અભિષેક ખંભાતા નામના એન્જિનિયરોએ આ ડ્રોન વિકસાવ્યું છે...આ 'સ્માર્ટ ડ્રોન' માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં, પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે.આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત, મોબાઇલ ફોનથી ઓપરેટ કરી શકાય છે.  ડ્રોનને એક સિમકાર્ડ સાથે જોડી અને સામાન્ય કોલ કરીને કમાન્ડ આપી શકો છો..આ ડ્રોન  AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક, ભીડ અને અન્ય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે.. ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસમાં સામેલ થઇ જશે.તેમાં લગાવેલા પાવરફૂલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે.જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે...ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola