Vapi News | વાપી રેલવેનો ગેટમેન દારૂના નશામાં ઝડપાયો, નશામાં 1 કલાક સુધી ફાટક રાખ્યું બંધ

Continues below advertisement

Vapi News | વાપી ઇસ્ટ અને વેસ્ટ ને જોડતા ફાટક પરની ઘટના. ગઈકાલના રોજ આ ફાટક સાંજે 8:30 થી 9:30 સુધી સતત બંધ રહ્યો હતો. લોકોએ જઈને તપાસ કરતા એનો ગેટમેન અને એના સહયોગી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. એમની કેબિન બહાર  દારૂની બોટલ જોવા મળી હતી. તેઓએ લોકોના કેમેરાની સામે સ્વીકાર્યું હતું કે તેઓએ દારૂ પીધો હતો. પણ સાથે એવી પણ દલીલ કરી હતી કે ગુજરાતમાં કેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે પહેલા એને બંધ કરાવો. આખી બાબત ને લઈને લોકો હેરાન થયા હતા. હાલ આ એક જ ફાટક અને એક અન્ડર બ્રિજ થી બન્ને તરફનું ત્રાફિક અવરજવર કરે છે. લોકો લગભગ એક કલાક 20 મિનિટ સુધી ફાટક ની બન્ને બાજુ રાહ જોવી હતી. હાલ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ગેટમેન નો દારૂ પીધેલી હાલત માં બેફામ વાતો કરતો વિડ્યો થયો વાઇરલ સાથે બહાર દારૂ ની બોટલ નો પણ વિડ્યો વાઇરલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram