Purna River Flood : નવસારીમાં પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી

Purna River Flood : નવસારીમાં પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી

ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો હતો. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. નદીના પાણીથી શહેરમાં અનેક માર્ગો બંધ થયા હતા.

પૂર્વ-પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. નવસારી શહેરમાં રિંગરોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાલમાં નદીનું જળસ્તર ઘટતા પ્રશાસને રાહતનો દમ લીધો હતો. નવસારીના માછીવાડમાં નદીના પાણી ઘૂસ્યા હતા. માછીવાડના રસ્તા અને ઘરમાં નદીના પાણી ઘૂસ્યા હતા.
 
ભેસદ ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા હતા. નદીના પાણી ભેસદ ખાડા વિસ્તારમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો હતો. નવસારીનો નવીનનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. રોયલ ઈંગ્લિશ સ્કૂલમાં નદીના પાણી ઘૂસ્યા હતા. સ્કૂલમાં પાણી ઘૂસતા રોયલ ઈંગ્લિશ સ્કૂલમાં રજા જાહેર કરાઇ હતી.
 
નવસારી જિલ્લાના કાશીવાડમાં વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા. કાશીવાડમાં ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. કાશીવાડના રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા હતા. ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. પ્રશાસનની કોઈ મદદ ન મળતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
 
ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી.નવસારી-જલાલપોરમાં શાળા-કોલેજ અને આંગણવાડીમાં આજે જાહેર રજા જાહેર કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola