Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!

Continues below advertisement

સુરતમાં વરસાદી માહોલ છવાયો છે. અડધોથી પોણો કલાક ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં  પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. રસ્તા ઉપર ગુંઠણથી લઈ ગોઠણ સુધી પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે.

પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત અનેક વાહનો બંધ પડી ગયા છે.  રીંગરોડ ,ઉધના દરવાજા નવસારી બજાર રોડ , ઉધના નવસારી રોડ સહિતા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેસુના પણ કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત ઉધના, રીંગરોડ, મજુરા ગેટ,વેસુ,અડાજણ,પારલે પોઇન્ટ, અઠવાગેટ, વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી નાખે છે. સુરત શહેરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તા પર ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram