South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

Continues below advertisement

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ? 

વલસાડ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ધરમપુર,  કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  પારડીમાં તોફાની વરસાદ વરસ્યો છે.  ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ તોફાની વરસાદને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.    અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા   વલસાડ જિલ્લામાં તોફાની વરસાદથી થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.  હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં  વરસાદની આગાહી કરી હતી. બપોર બાદ અચાનક વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  હવામાન વિભાગે આજે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.      

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola