South Gujarat Rain : આજે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ

South Gujarat Rain : આજે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ

Gujarat Rain: સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના કોડીનાર તથા ઉના ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદથી ખેડૂતોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે, કેટલાક ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે, જ્યારે કેટલાક પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.

સુરત માં છેલ્લા 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ, કિમ, સાયણ, અને કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો છે. અઠવાલાઇન્સ, પીપલોદ, ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, પાલ, અને અડાજણ જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં લોકોને રાહત મળી છે.
 
બીજી તરફ, નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ નવસારી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, અને ડેપો સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા અસહ્ય બફારામાંથી લોકોને આંશિક રાહત મળી છે. જોકે, ચીકુનો પાક પકવતા ખેડૂતો માટે આ અણધાર્યો વરસાદ ચિંતાનું કારણ બન્યો છે.
 
આ ઉપરાંત, વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જિલ્લાના વલસાડ, પારડી, અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola